Skip to content

મહેંદી તે વાવી

મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે

નાનો દિયરીયો લાડકો ને,
કાંઇ લાવ્યો મહેંદીનો છોડ રે ...
મહેંદી રંગ લાગ્યો રે...

વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે ...
મહેંદી રંગ લાગ્યો રે ...

હે... લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી-તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી

હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે ...

મહેંદી રંગ લાગ્યો રે ...
મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે