મથુરામાં ખેલ ખેલી આવ્યા¶
મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા ક્યાં રમી આવ્યા કાન ક્યાં રમી આવ્યા -2
મથુરામાં ખેલ ખેલી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા પાઘડી તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
મુખની મોરલી ક્યાં મૂકી આવ્યા ખંજરી તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
ગળાનો હારલો ક્યાં મૂકી આવ્યા કંઠી તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યા શેરી તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હાથની પોચી ક્યાં મૂકી આવ્યા બંગડી તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
કેડની ક્યારી ક્યાં મૂકી આવ્યા કંદોરો તે કોનો ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા ચોયણી તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
તમારુ મનડું ક્યાં મૂકી આવ્યા સુધબુધ તે કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા