મંગળ વરસે¶
મંગળ વરસે, મંગળ વરસે, મંગળ વરસે, આજ માને મંદિરીયે
જયજય અંબે, જયજય અંબે, જયજય અંબે, ધુન લાગી અલખની
મંગળ વરસે, મંગળ વરસે, મંગળ વરસે, આજ માને મંદિરીયે
દેવને દિપાવતી, વિશ્વને ઉજાળતી
સજનીને રમાડતી, સજનીને શણગારતી
દૈવી દીપમાળ પ્રગટે, ... હે આજ માને મંદિરીયે
દીવડાં ઝળકે, દીવડાં ઝળકે, દીવડાં પ્રગટે, આજ માને મંદિરીયે
મંગળ વરસે, મંગળ વરસે, મંગળ વરસે, આજ માને મંદિરીયે
સ્વર્ગ સમીર લાવતી, સુરભીને રેલાવતી
સરસ સરસ લાવતી, માડીને દિપાવતી
પુષ્પ તણી માળ લટકે, ... હે આજ માને મંદિરીયે
ફુલડાં લટકે, ફુલડાં મહેકે, ફુલડાં મહેકે, આજ માને મંદિરીયે
મંગળ વરસે, મંગળ વરસે, મંગળ વરસે, આજ માને મંદિરીયે