Skip to content

કોઇ આરાસુર જઇને મનાવો

(Music)

કોઇ આરાસુર જઇને મનાવો મારી બાયું રે, અંબા રમવા આવે હો...
કોઇ ગઢ રે ગબ્બર ગજાવો મારી બાયું રે, અંબા રમવા આવે હો...

કોઇ આરાસુર જઇને મનાવો મારી બાયું રે, અંબા રમવા આવે હો...
કોઇ માટેલ જઇને મનાવો મારી બાયું રે, ખોડીયાર રમવા આવે હો...
                         ... મારી અંબા રમવા આવે

(Music)

હાં... આસોના ઉજળાં આવ્યાં છે નોરતાં, મનડે કોડ નથી મા'તો...
હો... મા ના તહેવારનો મહીમા છે એટલો, સૃષ્ઠીમાં નથી રે સમાતો,

સારી સૃષ્ઠીની હો... સારી સૃષ્ઠીની,
સારી સૃષ્ઠીનીની શોભા સજાવો મારી બાયું રે, અંબા રમવા આવે હો...

કોઇ આરાસુર જઇને મનાવો મારી બાયું રે, અંબા રમવા આવે હો...
કોઇ માટેલ જઇને મનાવો મારી બાયું રે, ખોડીયાર રમવા આવે હો...
                         ... મારી અંબા રમવા આવે

(Music)

હાં... ઝાડનાં પાનપાન, દીપ પ્રગટાવો, વાયુ વસંત થઇ આવે...
હો... પથ્થરને કહી દો કે,બની જાય ફુલડાં, ગીત જડચેતન ગાવે,

હવે આકાશી, હો... હવે આકાશી,
હવે આકાશી ઢોલ વગડાવો મારી બાયું રે, અંબા રમવા આવે હો...

કોઇ આરાસુર જઇને મનાવો મારી બાયું રે, અંબા રમવા આવે હો...
કોઇ માટેલ જઇને મનાવો મારી બાયું રે, ખોડીયાર રમવા આવે હો...
                         ... મારી અંબા રમવા આવે