જલ ભરવા¶
જલ ભરવાને કેમ જાઉ જશોદા મૈયા (૨)
આ વાટે ને ઘાટે વા'લો પાણીડા માગે
હે... લાજે દેખે ને કેમ જાવું જશોદા મૈયા
લાજ તજીને વાલો ને લપ બન્યો છે
હે... મારે નિર્ણય કેમ થાવું જશોદા મૈયા
સોના સરીખા બેડલા અમારા...
હે... ઇંઢોણી રતન જણાવું જશોદા મૈયા
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
હે... ચરણકમળ ચિત્ત લાલ જશોદા મૈયા