જય જય બહુચર બિરદાળી¶
જય જય બહુચરબાળી બિરદાળી મા, જય જય અંબા ભવાની મોરી મા... રમો રમો રે આનંદે મોરી મા...
માને કાને તે કુંડળ શોભતાં, મા તો ચૌદ ભુવનમાં બિરાજતા માને કાને કુંડળ શોભે મા તો ચૌદ ભુવનમાં બિરાજે મોરી મા... રમો રમો આનંદે મોરી મા...
માને ટીલડી તે શોભે લલાટ રે, માને આંખે તે અણિયલ ધાર રે મોરી મા... રમો રમો આનંદે મોરી મા...