જમુનાને કાંઠે કા'નો¶
જમુનાને કાંઠે કા'નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાય રે...
વાંસળીના સૂર સૂણી, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાય રે...
ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાય રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાય રે
મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે