હે લેજો તાળી ને દેજો તાળી રે¶
હે લેજો તાળી ને દેજો તાળી રે
.... કે ગરબો આવ્યો રે
ઘૂમે ગરબામાં, ઘૂમે ગરબામાં
ગબ્બરવાળી, .... કે ગરબો આવ્યો રે
રૂમઝૂમતો, રૂમઝૂમતો, આંગણામાં આવ્યો
એની સંગે પાવા અને ઢોલીડાં વાગે (2)
હે આવી આસોની, હે આવી આસોની
રાત રઢિયાળી, .... કે ગરબો આવ્યો રે
ઘૂમે ગરબામાં, ઘૂમે ગરબામાં
ગબ્બરવાળી, .... કે ગરબો આવ્યો રે
શેરી ને પોળ સજી સોળે શણગાર
ગરબામાં ઘૂમતી ઘૂમતી ગોરી ગોરી નાર
હો એનો લાખેનો, હો એનો લાખેનો
ઘૂમટો તાણ્યો, .... કે ગરબો આવ્યો રે
ઘૂમે ગરબામાં, ઘૂમે ગરબામાં,
ગબ્બરવાળી, .... કે ગરબો આવ્યો રે
હે લેજો...હે દેજો...હે લેજો......હે દેજો.....