હે મા અંબા જગદંબા¶
હે મા અંબા જગદંબા, દરશન દે મારી અંબા
માડી શક્તી દે ને, માડી ભક્તિ દે ને
તારા ચરણોમાં રાખજે મા અંબા હે મા...
મારા આંગણીયે, મનનાં મંદિરીયે
કુમકુમ તુ કરજે પગલાં ...ઓ
તારા વિના માડી સુના
સુના મારા મંદિરને અંતરનાં ...ઓ
માડી ચરણે લે જે, માડી દુખડા હરજે
તારા ચરણોમાં રાખજે મા અંબા હે મા...