હે ગરબો ગબ્બર ગોખથી આવ્યો¶
હે ગરબો ગબ્બર ગોખથી આવ્યો રે
ઘમ્મર ઘુમતો રે લોલ
હે ગરબો સરસ્વતીએ વધાવ્યો રે
ઘમ્મર ઘુમતો રે લોલ
હે ગરબો ગણપતિ એ વધાવ્યો રે
ઘમ્મર ઘુમતો રે લોલ
હે ગરબો ચાચર રમવા આવ્યો રે
ઘમ્મર ઘુમતો રે લોલ
ગરબાની ઉપર ચિતરિયા માએ ચૌદે ચૌદ લોક
સોનાનો ગરબો શિર પર લઈને રમતા બહુચર માં
હે ગરબો...... હે ગરબો..... નવખંડ રમવા હાલ્યો કે
ઘમ્મર ઘુમતો રે લોલ
હે ગરબો ઘૂઘરી ના ગમ કારે તારો પડશેકે
ઘમ્મર ઘુમતો રે લોલ
કે ગરબો.....