Skip to content

ગોરી રાધા ને કાળો કાન

ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન...
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન...

રાધાનું રૂપ છે, કાનુડા ની પ્રીત છે
જગની રીત શું કામ
રાધાનું રૂપ છે, કાનુડા ની પ્રીત છે
આખું માંડી ને જોવે ગામ

ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન...
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન.....

અષ્ટમના રાધારાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલાની જોડ રે...
નવરંગી રાતુંમાં રૂમે ઝુમે બેલડી ને
ખાટાં મીઠાં રે એનાં કોડ રે..
અષ્ટમના રાધારાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલાની જોડ રે...
નવરંગી રાતુંમાં રૂમે ઝુમે બેલડી ને
ખાટાં મીઠાં રે એનાં કોડ રે..

રાધાનું તનડું નાચે મનડું નાચે
કાનાની મોરલી ભુલાવે જોને સૌના ભાન

ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન...
ગોરી ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન...

રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે
જગની રીત શું કામ
રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે
આખું માંડીને જોવે ગામ

રે કાના... હો કાના...
રે કાના... હો કાના...

રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મનગમતા
ફેર ફરન્તા ઘેર ઘુમનતા
જોબન બનતા થનગનતા
ચમ ચમ કરંતા તારલિયા આ...
નવલી રાતે ચમંકતા
અરે ખેલ કરંતા શેહલ કરંતા

રાસ રમંતા ખેલંતા જી રે
રાસ રમંતા ખેલંતા જી રે
રાસ રમંતા ખેલંતા...