એક વણઝારી ઝૂલણાં¶
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી, મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી'તી.
માએ પહેલે પગથીયે પગ મૂક્યો, માની પાની સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી.
માએ બીજે પગથીયે પગ મૂક્યો, માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી. એક વણઝારી...
માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી. એક વણઝારી...
માએ ચોથે પગથીયે પગ મૂક્યો, માના સાથળ સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી. એક વણઝારી...
માએ પાંચમે પગથીયે પગ મૂક્યો, માની કેડ સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી. એક વણઝારી...
માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો, માની છાતી સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી. એક વણઝારી...
માએ સાતમે પગથીયે પગ મૂક્યો, માનાં ગળાં સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી. એક વણઝારી...
માએ આઠમે પગથીયે પગ મૂક્યો, માનાં કપાળ સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી. એક વણઝારી...
માએ નવમે પગથીયે પગ મૂક્યો, માનાં માથાં સમાણાં નીર મોરી માત; વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી. એક વણઝારી...