ડુંગરવાળી ડોશી¶
ડુંગરવાળી ડોશી મા લાડ લડાવે
લાડ લડાવે મૈયા લાડ વાકી લાવે
સુથારીનો બેટો મા બાજોઠ લઈ આવે
પ્રેમ ધરીને માને બાજોઠે બેસાડે
બાજોઠે બેસાડી માની આરતી ઉતારે
આરતી ઉતારી માને શીશ નમાવે
... ડુંગરવાળી ડોશી મા લાડ લડાવે
માળીડાનો બેટો મા ગજરા લઈ આવે
પ્રેમ ધરીને માને ગજરા પહેરાવે
ગજરા પહેરાવી માની આરતી ઉતારે
આરતી ઉતારી માને શીશ નમાવે
... ડુંગરવાળી ડોશી મા લાડ લડાવે
સોનીડાનો બેટો મા ઝાંઝરી લઈ આવે
પ્રેમ ધરીને માને ઝાંઝરી પહેરાવે
ઝાંઝરી પહેરાવી માની આરતી ઉતારે
આરતી ઉતારી માને શીશ નમાવે
... ડુંગરવાળી ડોશી મા લાડ લડાવે