Skip to content

બુધ્ધિ આપોને મા બહુચરા રે

બુધ્ધિ આપોને મા બહુચરા રે, નિત્ય નિત્ય કરૂ રે પ્રણામ
મારી બહુચરા... બુધ્ધિ

શંખલપુર સોહામણુ રે, ત્યાં છે તમારો વાસ મારી બહુચરા
મારી બહુચરા... બુધ્ધિ

દીસો છો લાલ ગુલાલમાં રે, ઉડે છે અબીલ ગુલાલ
મારી બહુચરા... બુધ્ધિ

પાટણ વાળુ મા પરગણું રે, ચુંવાળ બાંધ્યો ચોક
મારી બહુચરા... બુધ્ધિ

દિવા બળે માને ઘી તણા રે, આઠે તે પ્રહર અજવાસ
મારી બહુચરા... બુધ્ધિ

ઘોડી તણો ઘોડો કીધો રે, મેરીને કીધો મરદ
મારી બહુચરા... બુધ્ધિ

સાચી દેવી ચુંવાળમાં રે, બહુચરે રાખ્યું બિરૂદ
મારી બહુચરા... બુધ્ધિ

વાગે છે ઘંટ ને ઘુઘરા રે, પામર આવે તુજ પાસ
મારી બહુચરા... બુધ્ધિ

આંધળા આવે પોકારતાં રે, આવે છે માજી ની પાસ
મારી બહુચરા... બુધ્ધિ

નેત્ર આપોને મા નિરખવા રે, હસતાં રમતાં જાય
મારી બહુચરા... બુધ્ધિ

વાંઝીયા આવે પોકારતા રે, આવે છે માજીની પાસ
મારી બહુચરા... બુધ્ધિ

પુત્ર આપો ને મૈયા પારણે રે, ગુણ તમારા ગાય
મારી બહુચરા... બુધ્ધિ

અસુર તણુ દળ આવ્યું રે, આવ્યું તમારી પાસ
મારી બહુચરા... બુધ્ધિ

કુકડીઆ માતા તણા રે, તળીયા તાવા માંય
મારી બહુચરા... બુધ્ધિ

મુઆ તે મરધા બોલાવીયા રે, અસુર તણા ઘટમાંય
મારી બહુચરા... બુધ્ધિ

કુરડીમાં કટક જમાડીયા રે, તે કેમ જીરવ્યા જાય
મારી બહુચરા... બુધ્ધિ

ભુવા ધુણે છે માને કર ઘસી રે, ઘેરાં વાગે છે ડાક
મારી બહુચરા... બુધ્ધિ

ભટ્ટ વલ્લભ માને વિનવે રે, મા હું છું તમારો દાસ
મારી બહુચરા... બુધ્ધિ