આરાસુરમાં અંબા કરે રે કિલ્લોલ¶
આરાસુરમાં અંબા કરે રે કિલ્લોલ કરે રે કિલ્લોલ માડી બોલે ઝીણા મોર...
સોમવારે માતા લક્ષ્મીજી સ્વરૂપે કમળમાં બેસીને માડી કરે રે કિલ્લોલ...
મંગળવારે માતા રાંદલ સ્વરૂપે લોટે બેસીને માડી કરે રે કિલ્લોલ...
બુધવારે માતા બહુચરમા સ્વરૂપે કુકડે બેસીને માડી કરે રે કિલ્લોલ...
ગુરુવારે માતા ગાયત્રી સ્વરૂપે ગરુડે બેસીને માડી કરે રે કિલ્લોલ...
શુક્રવારે માતા સંતોષી સ્વરૂપે બાજોઠે બેસીને માડી કરે રે કિલ્લોલ...
શનિવારે માતા સરસ્વતી સ્વરૂપે મયુરે બેસીને માડી કરે રે કિલ્લોલ...
રવિવારે માતા અંબાજી સ્વરૂપે વાઘે ચડીને માડી કરે રે કિલ્લોલ...