આભમાં ઉગ્યો છે¶
આભમાં ઉગ્યો છે ચાંદલો ને
સાથે રાસડાની રમઝટ હો
ઢોલકના તાલ પર પડે છે તાળી ને
ગરબાની રમઝટ હો
નવનવ દિવડાની જ્યોત પ્રગટાવી (૨)
નવનવ રંગોની ગરબી સજાવી (૨)
સોના રૂપાની માડી થાળી સજાવી ને
દિવડાંની ઝગમગ હો.... આભમાં
નવરંગ ફૂલોની માળા બનાવી (૨)
નવનવ રંગોની આરતી સજાવી (૨)
ભાવભર્યા હૈયે મે આરતી ઉતારી કે
આરતી ઝગમગ હો.... આભમાં