આ રૂડીને રંગીલી¶
આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી.... મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંની મશે રે જીવન જોવા નીસરી રે લોલ...
આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ
બેડા મેલ્યા મે તો માનસરોવર પાળ જો
ઈંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળમાં રે લોલ...
આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ
વાગે તારી ઝાંઝરનો ઝણકાર જો
હળવા હળવા હાલો તમે રાણી રાધિકા રે લોલ...
આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ
જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો
અહીંયા મેં તો દીઠા રે કામણગારો કાન જી રે લોલ...