અલી રાસમણી¶
અલી રાસમણી રાસમણી રાસમણી રે
આવ્યા છે માના નોરતા રે
ગોરી ગરબામા દિવડો મૂક રે
ગોરી અબાંને ચરણે ઝુક રે.
માના ગરબાને ફુલડે વધાવ ...અલી રાસમણી
આવી આસોની અજવાળી રાત રે
એમાં દુધમલીયા તારાની ભાત રે
તારી પેનીએ મેંદી મૂકાવ ...અલી રાસમણી
તારી કાયાની શણગારી વેલ રે
સખી ચાચરના ચોકમાં ખેલ રે
તારા રુદિયાને રમણે ચડાવ ...અલી રાસમણી
મન મંદિરમાં અંબા થઇ નાચ રે
માઇ મંડળમાં બહુચર થઇ નાચ રે
તારા ચૌદે બ્રહમાંડ મચાવ રે ...અલી રાસમણી