અચકો મચકો કાં રે લી¶
તમે કિયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કાં રે લી
અમે Charlotte ગામના ગોરી રાજ, અચકો મચકો કાં રે લી
તમે દલડાં લીધાં ચોરી રાજ, અચકો મચકો કાં રે લી
આ તો ચોરી પર શિરજોરી રાજ, અચકો મચકો કાં રે લી
હે... જો ને પાંચ વેંતની પૂતળી અને મુખ લોઢાના જો ને દાંત
હે... નારી સંગે નર રમે, હે ચતુર કરો વિચાર
ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું
ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું
તમે કેટલા ભાઈ કુંવારા રાજ, અચકો મચકો કાં રે લી
અમે સાતે ભાઈ કુંવારા રાજ, અચકો મચકો કાં રે લી
તમને કિયા તે ગોરી ગમશે રાજ, અચકો મચકો કાં રે લી
જે રંગે અમારી રમશે રાજ, અચકો મચકો કાં રે લી